મહાભારતનું પાત્રાલેખન. લેખક : પરમ પૂજ્ય પંન્યાસ પ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજા. અવાજ: સેજલ મહેતા

પૂજયપાદ દેવપ્રભસૂરિજી મહારાજા રચિત ‘પાંડવ ચરિત્ર’ આધારિત આ પુસ્તકમાં મહાભારતના ચૌદ પાત્રોનું પૂજ્યશ્રીએ હૃદયસ્પર્શી આલેખન કર્યુ છે. બહ્માંડવ્યાપી કરુણાના સ્વામી શ્રીકૃષ્ણના પાત્રને પૂજ્યશ્રીએ સુંદર ન્યાય આપ્યો છે. મહાભારતના શ્રીકૃષ્ણ ઉત્કૃષ્ટ કક્ષાના રાજકારણી તરીકેના રોલમાં હતા; માટે તેમને જે કાંઇ કરવું પડયું તે બધું યથાર્થ ઠરાવી શકાય તેમ હતું. બીજા પાત્ર તરીકે ‘અર્જુન’ની વિશિષ્ટતાઓ પૂજ્યશ્રીએ સ્પષ્ટ શૈલીમાં વર્ણવી છે. આજીવન બ્રહ્મચારી ભીષ્મ પિતામહના ગુણોનું વિવરણ પૂજ્યશ્રીએ કમાલ શૈલીમાં કર્યુ છે. મૂઠીઊંચેરા ધર્મરાજ યુધિષ્ઠિરની વિવિધ લાક્ષણિકતાઓ પૂજ્યશ્રીએ આલેખી છે. દ્રૌપદીની ભૂલોની પૂજ્યશ્રીએ નોંધ લીધી છે. ધૃતરાષ્ટ્ર અને દુર્યોધનના અવળા ધંધારૂપી અવળા પુરુષાર્થને પૂજ્યશ્રીએ સખ્ત શબ્દોમાં વખોડી કાઢયો છે. આજીવન આંખે પાટો બાંધવાની ગાંધારીની ગંભીર ભૂલના ખૂબ ખરાબ પ્રત્યાઘાતની પૂજ્યશ્રીએ સ્પષ્ટ શબ્દોમાં નોંધ લીધી છે. અત્યંત મહાન કર્ણને સંયોગોએ ક્યારેક અધમ બનવાની પ્રેરણા આપી. કર્ણના પાત્રને પૂજ્યશ્રીએ ખૂબ સુંદર ન્યાય આપ્યો છે. પોતાના અગુંઠાની ગુરુદક્ષિણા દઇને ઇતિહાસના અમર ગુરુભક્તોની પ્રથમ હરોળમાં સ્થાન પામી જનાર ‘એકલવ્ય’ના પાત્રને પૂજ્યશ્રીએ સુંદર ઓપ આપ્યો છે.

by MANISH SHAH - 20 episodes

Suggested Podcasts